Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મોરી ચંદુલાલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મોરી ચંદુલાલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

મયુર રાવલ હળવદ

હળવદ તથા ધાંગધ્રા તાલુકામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સવૅ કરી તાત્કાલિક વળતર ચુકવવા આપ ની રજૂઆત

હળવદ તથા ધાંગધ્રા તાલુકાના તમામ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી અણધાર્યા માવઠા (વરસાદ) પડ્યો છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકો ખાસ કરીને કપાસ, મગફળી, ડુંગળી તેમજ અન્ય ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે.ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાક જમીન સાથે જ સડી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં જમીનનો ધસારો પણ થયો છે, જેના કારણે આવનારા સિઝનમાં ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે,તેથી, મારી નમ્ર વિનંતી છે કે હળવદ અને ધાંગધ્રા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે, અને જે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને સરકારશ્રી દ્વારા પાક વીમા અથવા રાહત ધોરણે યોગ્ય વળતર ચુકવવામાં આવે, જેથી ખેડૂતોને આ સંજોગોમાં રાહત મળી શકે.આ રજૂઆત તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી હળવદ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ મોરી ચંદુલાલ ગુજરાતના મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments