મયુર રાવલ,હળવદ
દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ના સૂત્રને જીવંત રાખ્યું
“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ”ના જીવન મંત્રને અપનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતી ની ઉજવણી હળવદ શહેરમાં આસ્થા અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી.
કારતક સુદ સાતમે જન્મેલા જલારામ બાપાએ (જન્મ: ૪ નવેમ્બર, ૧૭૯૯) માત્ર ૧૮ વર્ષની વયે ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી ‘સદાવ્રત’ ની શરૂઆત કરી હતી, જ્યાં નાતજાત વગર જરૂરિયાતમંદોને ૨૪ કલાક ભોજન પીરસવામાં આવતું હતું, જે પરંપરા વીરપુરમાં આજે પણ નિઃશુલ્ક ચાલુ છે.
જલારામ જયંતીના ભાગરૂપે હળવદ લોહાણા મહાજન વાડી ખાતે આવેલ જલારામ મંદિરોમાં શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી,સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત લોહાણા સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બપોરે ૩ કલાકે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી હતી, ભકતો દ્વારા જલારામ બાપાની આરતી અન્નકુટ અને ત્યાર બાદ લોહાણા મહાજન વાડી ખાતે સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ હતું, પ્રસંગની અનુરૂપ જલારામ બાપાની ઝાંખી કરાવતા ભજનો અને કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી,હળવદ રઘુવંશી મહિલા મંડળ,રધુવીર યુવુક મંડળ, સમસ્ત લોહાણા મહાજન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, પ્રસાદમાં વિરપુર મંદિરના નિયમ મુજબ જ બુંદી, ગાંઠીયા, કઢી, ખીચડી, બટેટાનું શાકનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંત શ્રી જલારામબાપાની જન્મ ઈ વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભકત હતા.
ભકતજનો પૂજ્ય જલારામબાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા શ્રધ્ધાળુઓ જલારામ બાપાની જય તેમજ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
હળવદ માં પૂજય જલારામ બાપાની જયંતિ એટલે જાણે બીજી દિવાળી હોય તેમ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાના બેનરો લગાવામા આવ્યા હતા પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતી ધામધુમપુર્વક ઉજવવામાં આવી હતી, શોભાયાત્રા નીકળી હતી,પૂજ્ય જલાબાપાની મહા આરતી, બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું લોહાણા મહાજન વાડી ખાતે પરમ પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન સમાજ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.જ્ઞાતીના લોકોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

















