જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ, પૂજન, સ્વ.કેશવલાલ ચંડીભમર પરિવાર દ્વારા જલારામ ધામને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
મોરબી : સંત સિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ ધામ દ્વારા સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, બપોરે ૨ઃ૩૦ કલાકે પૂ.જલારામ બાપાનુ પૂજન, બપોરે ૪ કલાકે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા છેલ્લા ૧ માસમાં અવસાન પામેલ સમાજના ૧૨ વડીલો ને શ્રધ્ધાંજલિ અર્પવાના હેતુસર લોહાણા સમાજના વડીલ વંદના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું.
પૂ.જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિના શુભ દીવસે મોરબી સ્વ.કેશવલાલ પરસોતમભાઈ ચંડીભમર પરિવાર દ્વારા લોકોની સેવામાં મોરબી જલારામ ધામને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ છે. બપોરે ૪ કલાકે સર્વે લોહાણા સમાજના વડીલો માટે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી સહીતની વિવિધ સંસ્થાઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૨૬ વડીલોની વંદના કરાઈ હતી.
આ વેળાએ રાજ્ય સભાના સાંસદ- વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી ઝાલા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સંસ્થાપક સ્વ.રસિકલાલ અનડકટના સુપુત્ર કેયુરભાઈ અનડકટ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ શ્રીવાસ્તવ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ પ્રમુખ નિર્મલભાઈ જારીયા,ભુપતભાઇ જારીયા,મહામંત્રી, મોરબી શહેર ભાજપ,મોરબી નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીલ્લા ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, કાજલબેન ચંડીભમર, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહીતના રાજકીય અગ્રણીઓ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓએ જલારામ ધામ-મોરબી ખાતે પૂ.બાપાના ચરણોમાં વંદન કરી, લોહાણા સમાજના તમામ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.




















