Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લાના બેંક ખાતાઓમાં દાવા વિનાની રૂ.32 કરોડની રકમને મૂળ માલિકને સોંપવા...

મોરબી જીલ્લાના બેંક ખાતાઓમાં દાવા વિનાની રૂ.32 કરોડની રકમને મૂળ માલિકને સોંપવા 1લીએ ખાસ કેમ્પનું આયોજન

બેન્ક ખાતામાં 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય તો તે ખાતાની રકમ દાવા વગરની ગણાય જાય છે : કેમ્પમાં બેંકો દ્વારા આવી રકમ પરત મેળવવા અંગે માર્ગદર્શન અપાશે

મોરબી : મોરબી જિલ્લાની બેન્કોના ૯૨,૩૯૬ ખાતાઓમાં અધધધ રૂ.૩૨.૨૪ કરોડ જેટલી રકમ દાવા વિનાની પડી છે. આ રકમ મૂળ માલિકને પરત કરવા તા.૧ નવેમ્બરના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ ખાતે ‘તમારી મૂડી, તમારો અધિકાર’ અંતર્ગત ખાસ કેમ્પ યોજાશે. જેમાં બેંકો ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ એટલે કે દાવા વગરની રકમ મેળવવા માટે મદદ કરશે.

મોરબી જિલ્લા સહિત દેશભરની બેંકમાં પડેલ અનકલેમ્ડ રકમ એટલે દાવા વગરનાં પૈસા લોકોને પરત આપવા માટે સરકારે અભિયાન શરૂ કર્યુ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના ‘તમારી મુડી તમારો અધિકાર’ અભિગમ અંતગર્ત મોરબીમાં જિલ્લાકક્ષાના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બેંક એકાઉન્ટમાં નિયમિત ટ્રાન્ઝેકશન કરવું જરૂરી છે. જો ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય તો બેંકમાં પડેલા પૈસા બિનદાવાપાત્ર ગણાય જાય છે. એટલે કે તે બિનવારસી રકમ ગણાય જાય છે. દાવા વગરની રકમમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટસ અને ફિકસડ ડિપોઝીટનો સમાવેશ થાય છે. જો કે, આ દાવા વગરનાં પૈસા પણ સંપૂર્ણ રીતે સલામત હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. સરકાર તેના રક્ષક તરીકે છે અને તેના હકકદાર માલિકને પરત કરવા માટે પ્રતિબધ્ધ છે. જેને લઈને ‘તમારી મુડી, તમારા અધિકાર’ નામે ત્રણ મહિનાનું ખાસ અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેમાં લોકોને જાગૃત કરવા સાથે તેમના નાણાંનો દાવો કરવામાં મદદ કરાશે.

દેશભરમાં આવી ૧.૮૪ લાખ કરોડ જેટલી રકમ દાવા વગરની પડેલી છે. જયારે મોરબી જિલ્લામાં અલગ-અલગ બેંકોના ૯૨૩૯૬ ખાતાઓમાં રૂ. ૩૨.૨૪ કરોડ જેટલી રકમ દાવા વગરની છે. જેને લઈને ૦૧/૧૧/૨૦૨૫, શનિવારનાં રોજ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેમ્પ યોજાશે. જયાં ગ્રાહકોને તેમની અનકલેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ તથા ડીઈએએફ (ડિપોઝિટર એજયુકેશન એન્ડ અવરનેસ ફંડ કલેમ) દાવા સબંધિત માહિતી આપીને તેના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી સંબંધિત લોકોએ આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments