મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતી નિમિત્તે તારીખ 3 થી 9 નવેમ્બર સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનો આજે બીજો દિવસ છે. આ મહોત્સવ અંતર્ગત દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોને મહોત્સવ સ્થળ પર કેવી રીતે પહોંચવું તે અંગેની માહિતી આયોજકો દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પહોંચવા માટે બપોરે 3-30 થી રાત્રે 9-30 વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી અને ઉમિયા સર્કલથી વિનામૂલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ દર 45 મિનિટ બન્ને સ્થળેથી ઉપડશ અને મહોત્સવ સ્થળે પહોંચશે. ત્યારબાદ રાત્ર 11 વાગ્યા સુધી પરત આવવા પણ બસ મળી રહેશે. આ ઉપરાંત ગ્રાઉન્ડના લોકેશન માટે ગુગલ લોકેશનની લિંક પણ અપાઈ છે (dbf.adalaj.org/JJ118Location). વધુ માહિતી માટે akonnect.org/app અથવા www.dadabhagwan.org લિંકની મુલાકાત લેવા જણાવાયું છે.











