Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાટેલમાં પતિ સાથે નાસ્તો કરવા મામલે માથાકુટ થતા પત્નીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી...

માટેલમાં પતિ સાથે નાસ્તો કરવા મામલે માથાકુટ થતા પત્નીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી ઓરિસ્સાની વતની પરિણીતાએ નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ રિસાઈ જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રિટાસિંગ ઘનશ્યામસિંગ આદિવાસી ઉ.22 નામની પરિણીતાને ગત તા.9ના રોજ સવારે પતિ સાથે નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક રિટાસિંગના લગ્ન ચાર વર્ષ પૂર્વે જ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments