Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો...

મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા બાબતે ક્લેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

 

          આ બેઠકમાં ૧૩ થી ૧૫ તારીખ દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારું આયોજન માટે સબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

 

          મોરબીમાં ૧૫/૧૧/૨૦૨૫ ના રોજ પંચમુખી હનુમાનજીવેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન તમામ જિલ્લાવાસીઓ માટે સેવા સેતુ યોજાશે અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડા આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ૧૪ નવેમ્બરના રોજ નવજીવન સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધા પણ યોજાશે.

 

          આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરનાયબ કલેક્ટરશ્રી ઉમંગ પટેલમોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવતમોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળાનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી મુખ્ય મથક સિવાયના અધિકારીશ્રીઓ વીડિયો મીટના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments