મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) સંદર્ભે એક મહત્ત્વની રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલી રજૂઆત મુજબ, મોરબી જિલ્લામાં અંદાજે 33% જેટલા મતદારો સ્લમ વિસ્તારોમાં રહે છે. આ મતદારો પોતાની રીતે SIR ફોર્મ ભરવા માટે સક્ષમ ન હોવાથી, લોકશાહીની પ્રક્રિયામાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત રહી જાય તેવી શક્યતા છે. તેથી અપીલ કરી છે કે આવા નાગરિકો તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા BLOની સાથે અન્ય યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી સ્લમ વિસ્તારના આ લોકોને SIR ફોર્મ ભરવામાં મદદ મળી રહે.








