મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે લગધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપનીમાં કામ કરતા અને અહીં જ રહેતા મોહિતભાઈ રાજુભાઇ વર્મા ઉ.21 નામના યુવાને ગઈકાલે સવારે કંપનીના લેબર કવાટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








