Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

ટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

મોરબી : ટંકારાના મિતાણા ગામે 17 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના મિતાણા ગામે વાલાસણ રોડ ઉપર રહેતી 17 વર્ષીય સગીરાએ તા.18ના રોજ ઉંદર મારવાની દવા પી લીધી હતી. તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.19ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. એએસઆઈ આર.કે.કોપણીયાએ આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments