Sunday, July 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પેચ વર્ક તથા નાળા ની...

મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પેચ વર્ક તથા નાળા ની સાફ-સફાઈ કરાવતા કોર્પોરેટરશ્રીઓ.

વોર્ડ નં ના અયોધ્યાપુરી રોડ, મંગલ ભુવન, ચિત્રકુટ ટોકીઝ, રામ ચોક, શનાળા રોડ સહીતના વિસ્તાર ના લોકો ની સુખાકારી પ્રત્યે કટીબદ્ધતા પ્રદર્શિત કરતા કોર્પોરેટરશ્રીઓ.

મોરબી વોર્ડ નં-૭ ના સંલગ્ન વિસ્તાર અયોધ્યાપુરી રોડ, મંગલભુવન, ચિત્રકુટ ટોકીઝ સહીત ના વિસ્તાર માં માથા ના દુખાવા સમાન મસમોટા ખાડા ના પ્રશ્ન ને નિવારવા વોર્ડ-૭ ના કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા તથા અગ્રણીશ્ ચિરાગભાઈ રાચ્છ ની ઉપસ્થિતી માં પેચ વર્ક નું કાર્ય મહાનગરપાલીકા ના અધિકારીઓ તથા કર્મચારીઓ ની મદદથી હાથ ધરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત રામચોક તથા શનાળા રોડ ખાતે વરસાદી પાણી ના યોગ્ય નિકાલ માટે લોકો ની રજુઆચ ને ધ્યાન માં લઈ નાળા ની સફાઈ કરવા માં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments