Sunday, July 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા 'સત્યાગ્રહ પાર્ટ-3' અંતર્ગત કલેકટરને અપાશે આવેદન

ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ‘સત્યાગ્રહ પાર્ટ-3’ અંતર્ગત કલેકટરને અપાશે આવેદન

વીજલાઈન વળતરના નવા પરિપત્રના વિરોધમાં મોરબીમાં મંગળવારે વિશાળ પધ્યાત્રા

મોરબી : વીજલાઈન વળતરના નવા પરિપત્ર સામે ખેડૂત ક્રાંતિ સંગઠને વિરોધ નોંધાવ્યો છે. સત્યાગ્રહ પાર્ટ-3 અંતર્ગત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર ખેડૂતોને માન્ય ન હોવાથી, તેના વિરોધમાં મોરબી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આગામી તારીખ 14/07/2026 ને મંગળવારના રોજ એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રા સવારે 9:00 વાગ્યે મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થશે અને બપોરે 12:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. પદયાત્રાનો રૂટ મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈને સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને કલેક્ટર કચેરી સુધીનો રહેશે. આ આંદોલનને સફળ બનાવવા માટે ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ તેમજ મહિલાઓને મોટી સંખ્યામાં આ શાંતિપૂર્ણ પદયાત્રામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments