Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાના નાની બરારમાં કાલે ચેકડેમ તથા તળાવ જોડવાના કામોના ખાતમુહૂર્ત

માળિયાના નાની બરારમાં કાલે ચેકડેમ તથા તળાવ જોડવાના કામોના ખાતમુહૂર્ત

મોરબી : નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સિંચાઈ તથા પંચાયત સિંચાઈ વિભાગના વિવિધ કામોનો ખાતમુહૂર્ત સમારોહ આવતીકાલે તારીખ 29 નવેમ્બર ને શનિવારના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના નાની બરાર ગામ ખાતે સવારે 10 કલાકે યોજાશે.

આ કાર્યક્રમમાં મોરબી તથા માળિયા તાલુકાના ચેકડેમ વિવિધ તળાવો જોડવાના તથા મરામતના કામો મળીને આશરે 7.11 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ઉપપ્રમુખ હિરાલાલ ટમારીયા હાજરી આપશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરીયા તથા માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના પ્રમુખ સુશિલાબેન બાવરવા હાજરી આપશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments