મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં શનિવાર, તારીખ 29/11/2025 ના રોજ મેઇન્ટેનન્સ કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV એન્ટિલા અને શિસમ ફીડરો સવારે 8:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ બંને ફીડરો હેઠળ આવતા તમામ વાણિજ્યિક અને ઔદ્યોગિક વીજ જોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.








