મયુર રાવલ હળવદ
સમૂહ લગ્નોત્સવમાં કુલ 11 દીકરીઓના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા
લીંબડી ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર 1008 લલિતકિશોર સરનદાસ મહંત અને તેની ટીમ દ્વારા પ્રથમ વખત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ખાસ કરીને એવા યુગલો માટે યોજાયો હતો, જેમના માતા-પિતા નથી અથવા જે આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગમાંથી આવે છે. સમાજમાં સમાનતા, સહકાર અને માનવતા જળવાઈ રહે તે હેતુસર આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 11 દીકરીઓના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. દરેક દીકરીને કન્યાદાન રૂપે ચમચી-સેટી, સોફા સેટ, ટીવી સહીતની તમામ જરૂરી ઘરવખરી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આત્મસન્માન અને સુખ સાથે કરી શકે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેમ, ભક્તિ અને સેવા ભાવનો માહોલ જોવા મળ્યો હતો.
સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંતો અને મહંત મહારાજ દ્વારા નવદંપતીને શુભ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સંતોના આશીર્વાદ સાથે નવદંપતીએ પોતાના નવા જીવનમાં કદમ માંડ્યા.
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા અને સેવા ભાવનો ઉત્તમ દાખલો બન્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી જરૂરિયાતમંદ પરિવારોને નવી આશા અને સહારો મળે છે, અને સમાજમાં પરસ્પર સહયોગની 11 સમુહ લગ્નોત્સવ માં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો દાતાશ્રીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા














