Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટીંબડી ગામેં ગોડાઉનમાંથી રૂ.91.77 લાખનો દારૂ - બિયર ઝડપાયો

મોરબીના ટીંબડી ગામેં ગોડાઉનમાંથી રૂ.91.77 લાખનો દારૂ – બિયર ઝડપાયો

કોમ્પ્લેક્સના પાર્કિંગના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ – બિયરનો જથ્થો મંગાવી વેચાણ કરાતું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ ત્રાટકી

મોરબી : મોરબી – માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી ગામની સીમમાં એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું અને અહીંથી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 9516 બોટલ, બિયરમાં 3000 ટીન અને એક બોલેરો સહિત કુલ રૂ.94,77,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા નેશનલ હાઇવે પર ટીંબડી ગામની સીમમાં આવેલ ગણેશ કોમ્પ્લેક્સમાં પાર્કિંગના આવેલ ગોડાઉનમાં આરોપી તેજસ મનુભાઈ વહેરા રહે.ધરમપુર, મોરબી વાળો દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની 9516 બોટલ કિંમત રૂ. 85,45,200 તેમજ બિયરના 3000 ટીન કિંમત રૂ.6, 32, 280 અને રૂ.3 લાખની કિંમતની જીજે – 13 – ડબ્લ્યુ – 2878 નંબરની બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 94,77,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી તેજસ મનુભાઈ વહેરા હાજર નહિ મળી આવતા તાલુકા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments