નિવૃત્ત શિક્ષિકાએ વિકલાંગની સાથે આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં ક્ષમતા કરતા વધુ આર્થિક યોગદાન આપ્યું
મોરબી : મોરબીના ભારતીય સેનાના જવાન ગણેશભાઈ પરમાર ફરજ દરમિયાન શહીદ થયા હતા. આથી આ શહીદ જવાનની અંતિમ.ક્રિયામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને તેમની વીરગતિને નત મસ્તક વંદન કર્યા હતા. તેમનો પરિવાર સાધારણ હોવાથી એક નિવૃત શિક્ષિકાએ શહીદ જવાનના પરિવારને મરણમૂડીમાંથી 51 હજારની સહાય આપી છે. તેમાં પ્રેરણા અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ નિવૃત્ત શિક્ષિકા વિકલાંગતાની સાથે આર્થિક પરિસ્થિતિ સામાન્ય ધરાવતા હોવાથી માત્ર પોતાનું ગુજરાન જ ચલાવી શકે એમ હોવા છતાં ક્ષમતા બહાર જઈને આર્થિક યોગદાન આપીને ખોટી રીતે પૈસાનો ધુમાડો કરતા નબીરાઓને ધડો લેવાની શીખ આપી છે.
મોરબીના ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા કે જેઓ નિવૃત થયા પછી પણ નિયમિત પણે પોતાની ફરજ બજાવે છે.પોતે એક પગે અપંગતા ધરાવે છે,છતાં સમાજ માટે પોતાના તરફથી કંઈકને કંઈક યોગદાન આપતા રહે છે. શાળાની વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ અર્પણ કરવા, જરૂરિયાત મંદ દિકરીઓને કરિયાવર આપવો,પુસ્તકાલય માટે પુસ્તકો આપવા,અનાથ બાળકોને યુનિફોર્મ આપવા વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલે દેશની રક્ષા કાજે સરહદ પર સેવા આપતા મોરબીના શહીદ વીર ફૌજી જવાન ગણેશભાઈ પરમારના પરિવારજનોને મળી સાંત્વના આપી શહીદ જવાનના પિતાને પણ પેરાલિસિસ થયું છે એમને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કરી નિતાબહેને પોતાની મરણ મૂડીમાંથી ફૂલ નહિં તો ફૂલની પાંખડી અર્પણ કરી શહીદ જવાનને વિરાંજલી આપી છે.આ સેવકાર્યમાં દિનેશભાઈ વડસોલા મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ સાથે જોડાયા હતા.











