Tuesday, August 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા 4 ઓક્ટોબરે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા 4 ઓક્ટોબરે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી ડેઈલી: રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી તારીખ 04/10/2026 ને રવિવારના રોજ વસંત પ્લોટ સ્થિત લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના વર્ગોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ વિવિધ ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિયત ફોર્મ ભરીને જમા કરાવવાની છેલ્લી તારીખ 24/09/2026 નક્કી કરવામાં આવી છે.

ફોર્મ મેળવવા તેમજ પરત જમા કરાવવાના સ્થળો

દરિયાલાલ આલુ ભંડાર – નવા ડેલા રોડ, મોરબી (મો. 98981 14348)

કેવિન ગેસ એજન્સી- નવા બસ સ્ટેશનની સામે, મોરબી (મો. 98798 34034)

આ સરસ્વતી સન્માન સમારોહ અંગે વધુ માહિતી મેળવવા માટે સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તેમજ પ્રોજેક્ટ ચેરમેન આકાશ કક્કડનો સંપર્ક કરવા રઘુવંશી યુવક મંડળ મોરબીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments