Tuesday, August 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર ભાજપ કાર્યાલયનો વિધિવત પ્રારંભ

મોરબી શહેર ભાજપ કાર્યાલયનો વિધિવત પ્રારંભ

મોરબી શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિયુક્તિ બાદ શહેર ભાજપના નવા કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર ભાજપનું કાર્યાલય સિટી સેન્ટર, પ્રથમ માળે, જૂની HDFC બેંકની બાજુમાં શરૂ કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનો, હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નિર્મલભાઈ જારિયા, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત મોરબી શહેર ભાજપ પ્રમુખ નેમિશભાઈ પંડિત, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, રાજેશભાઈ ભીમાણી, કાજલબેન ચંડીભમર, નિર્મળાબેન હડીયલ, જીતુભાઈ પટેલ, કે.કે. પરમાર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિત શહેર અને જિલ્લાના હોદ્દેદારો, મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments