કલેક્ટરની મંજૂરી મળી હોય હવે પછી પાડા પુલ બંધને કરી નીચેનો પુલને વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરાશે
મોરબી : મોરબીમાં પાડાપુલનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ આ પુલ બંધ કરી પુરજોશમાં સમારકામ કરવામાં આવશે. આ સાથે વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવશે.
મોરબીના પાડા પુલમાં 9 સ્પાનના 10 જોઇન્ટનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ તો આ કામ ચાલુ પુલે કરવામાં આવી રહ્યું છે. જેને કારણે ટ્રાફિકજામ પણ સર્જાઈ રહ્યો છે. આજે છેક વીસી હાઇસ્કૂલ સુધી ટ્રાફિક થયો હતો. વધુમાં મહાપાલિકાએ જિલ્લા કલેક્ટર સમક્ષ આ પુલ બંધ કરવાની દરખાસ્ત કરી છે. જેને મંજૂરી મળતા જ આ પુલ બંધ કરી પુરજોશમાં સમારકામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાકાંઠે જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે નીચેનો પુલ જાહેર કરવામાં આવશે. અંદાજે એકાદ મહિનો સુધી અહીં ટ્રાફિકની સમસ્યા શહેરીજનોએ સહન કરવી પડશે.









