વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામે ઘર પાસે કચરો નાખવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા લાકડી, પ્લાસ્ટિકના પાઇપ અને ઇટના ઘા થતા બન્ને પક્ષે ઇજા પહોંચ્યાની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી હતી.બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેરના સતાપર ગામે રહેતા વિજયભાઈ સોમાભાઈ સારેસાએ આરોપી શારદાબેન રમેશભાઈ સારેસા, રમેશભાઈ ગોવાભાઈ સારેસા, લલિતાબેન રમેશભાઈ સારેસા અને ઊર્મિલાબેન રમેશભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ઘર નજીક હનુમાનજીના ઓટા પર રોટલી મુકવા જતા આરોપીઓએ ઝઘડો કરી સાહેદ રમેશભાઈ તથા માલુબેનને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પ્લાસ્ટિકના પાઇપ તેમજ પગે ચાલવાની ઘોડી મારી ઇજા કરી હતી.
સામાપક્ષે શારદાબેન રમેશભાઈ સારેસાએ આરોપી વિજયભાઈ સોમાભાઈ સારેસા, રમેશભાઈ અરજણભાઈ સારેસા અને માલુબેન સોમાભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપીઓ તેમના ઘર પાસે કચરો નાખતા હોય કચરો નાખવાની ના પાડતા ઝઘડો કરી ઇટના ઘા મારી ફરિયાદી તેમજ સાહેદ લલિતાબેન અને ઊર્મિલાબેન ઢીકા પાટુનો માર મારી મૂંઢ ઇજા કર્યાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.








