મોરબી : આગામી તારીખ 4 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 4 થી 7-30 કલાક સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા સુખી જીવન કા સાર સકારાત્મકતા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ હશે. જ્યારે સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.











