
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર દ્વારા તા. ૧૮ ને રવિવારના રોજ શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં તા. ૧૮ ને રવિવારે સવારે ૬ : ૩૦ કલાકે પૂજા આરંભ, બપોરે ૧૨ કલાકે બીડું હોમાશે અને બપોરે ૧ કલાકે મહાપ્રસાદ યોજાશે જે લઘુરુદ્ર યજ્ઞના આચાર્ય પદે વિપુલભાઈ પી શુક્લ બિરાજશે જે ધાર્મિક કાર્યને સફળ બનાવવા મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોષી, મહામંત્રી કિરણબેન ઠાકર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે