મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 એપ્રિલના રોજ શક્ત શનાળા સ્થિત કમલમ્ કાર્યાલય ખાતે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવનિયુક્ત ઉમેદવારો માટે ‘અભિવાદન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓએ ચૂંટાયેલા સભ્યોને પ્રજાની સેવા કરવા, પારદર્શક વહીવટ આપવા અને આગામી ચૂંટણીઓ માટે અત્યારથી જ સજ્જ રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્ર સક્સેનાં, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદીપભાઈ વાળા, જયંતીભાઈ પટેલ, ચૂંટણી સમિતિના સંયોજક નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી તપન દવે, નિર્મલભાઈ જારીયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને કાજલબેન ચંડીભમર સહિતના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











