Wednesday, April 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચૂંટણી પૂર્ણ પછી તરત જ જનસેવામાં તત્પર: વોર્ડ 9ના હિરેનભાઈ કરોતરા મેદાને

ચૂંટણી પૂર્ણ પછી તરત જ જનસેવામાં તત્પર: વોર્ડ 9ના હિરેનભાઈ કરોતરા મેદાને

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો ગતકલે જાહેર થતાં જ ભાજપે જોરદાર બહુમતી સાથે વિજય મેળવ્યો છે. શહેરના કુલ 13 વોર્ડની 52 બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ચૂંટણી બાદ હવે વોર્ડ નંબર 9ના ભાજપમાંથી વિજય બનેલા હિરેન કરોતરા જનસેવાની જવાબદારી સંભાળવા સક્રિય બન્યા છે.

વોર્ડ નંબર 9માંથી ભાજપના વિજેતા ઉમેદવાર હિરેનભાઈ કરોતરા આજે વહેલી સવારથી જ પોતાના વિસ્તારમાં કાર્યરત થયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકોને આપેલા વચનો મુજબ તેમણે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ શરૂ કર્યું. તેમણે વિસ્તારમાં સ્વચ્છતા અને સફાઈની વ્યવસ્થા અંગે વિગતવાર તપાસ કરી હતી. ખાસ કરીને ડોર-ટુ-ડોર કચરા એકત્રિત કરવાની વ્યવસ્થા સુચારૂ રહે તે માટે મહાનગરપાલિકાના સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ઉપરાંત, રોજિંદી સાફ-સફાઈ જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવાની પણ સૂચના આપી હતી.

હિરેનભાઈ કરોતરાએ ચૂંટણી દરમિયાન નાગરિકોને આપેલું વચન પુનરાવર્તિત કરતાં જણાવ્યું હતું કે, “જનતાની સેવા એ જ મારો સંકલ્પ છે. વિસ્તારના લોકોની કોઈ પણ સમસ્યા માટે હું હંમેશા ઉપલબ્ધ રહીશ. અડધી રાત્રે પણ જરૂર પડશે તો હું આપની વચ્ચે હાજર રહીશ.” ચૂંટણી બાદ તરત જ કાર્યમાં લાગી જતાં હિરેનભાઈ કરોતરાની આ કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોમાં વિશ્વાસ અને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે લોકોમાં આશા જગાઈ છે કે તેમના વિસ્તારના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ થશે અને વિકાસના નવા કાર્યોને ગતિ મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments