Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પોલીસના ત્રણ દરોડા : 1189 વિદેશી દારૂના ચપલા સાથે સગીર સહિત...

મોરબીમાં પોલીસના ત્રણ દરોડા : 1189 વિદેશી દારૂના ચપલા સાથે સગીર સહિત બે ઝડપાયા, ચારના નામ ખુલ્યા

મોરબી શહેર તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસ ટીમે અલગ અલગ ત્રણ દરોડામાં પ્રેમજીનગર, નવી પીપળી અને રવાપર રોડ પરથી 1189 વિદેશી દારૂના ચપલા સાથે એક સગીર સહિત બે આરોપીઓને ઝડપી લઈ ચાર આરોપીઓના નામ ખોલાવ્યા હતા.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે પ્રેમજીનગર ગામે આરોપી ભુપેન્દ્ર મેરુભાઈ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની 1104 બોટલ કિંમત રૂપિયા 85,440 કબ્જે કરી હતી.જો કે, આરોપી હાથ ન લાગતા આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યો હતો. બીજા દરોડામાં એલસીબી ટીમે નવી પીપળી ગામે વૃંદાવન પાર્કમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી દિલીપસિંહ ભવરસિંહ પઢીયાર ઉ.22 વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 80 ચપલા કિંમત રૂપિયા 12000 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5 હજાર મળી 17 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય આરોપી અર્જુનસિંહ હરિશસિંહ રાઠોડ રહે.લીલાપર રોડ મોરબી વાળાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર હવેલી પાન પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને નંબર વગરના એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂના 180 મીલી માપના 5 ચપલા કિંમત રૂ.600 સાથે ઝડપી લઈ 50 હજારનું એક્ટિવા તેમજ 30 હજારનો મોબાઈલ મળી કુલ 80,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બાળ કિશોરની પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી રેહાન ઇમરાન પલેજા અને અમન અસરફ વિસર નામના આરોપીઓના કહેવાથી હેરફેર કરતો હોવાનું કબુલતા એ ડિવિઝન પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments