Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીપળી ગામ નજીક અરનાથ મહાદેવ મંદિર પાસેથી બાઈક ચોરી

પીપળી ગામ નજીક અરનાથ મહાદેવ મંદિર પાસેથી બાઈક ચોરી

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ અરનાથ મહાદેવ મંદિર પાસેથી અજાણ્યા તસ્કરે એક બાઈકની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 7ના રોજ ફરિયાદી મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા (ઉ.વ. 61), રહે. હરિગુણ સોસાયટી, મહેન્દ્રનગર, મોરબીની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટરસાયકલ નંબર GJ-03-HN-3537 મંદિર પાસે પાર્ક કરેલું હતું. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments