મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.6ના રોજ લાલપર ગામ નજીક સર્વિસ રોડ ઓળંગી રહેલા સાહિલ ફિરોજભાઈ જૂણેજા ઉ.24 રહે.કાંતિનગર સોસાયટી મોરબી વાળાને જીજે – 03 – જેપી – 4579 નંબરના મોટર સાયકલ ચાલકે હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.








