Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર-લાલબાગ સહિતના વિસ્તારોમાં રૂ. 58 લાખના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ- પોલની કામગીરી...

મોરબીના લીલાપર-લાલબાગ સહિતના વિસ્તારોમાં રૂ. 58 લાખના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ- પોલની કામગીરી પૂર્ણ

મોરબી: મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ 151 સ્ટ્રીટ લાઈટ રૂ.58 લાખના ખર્ચે નાખી છે. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરીથી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવામાં સરળતા રહેશે.

આ કામગીરી અંતર્ગત લીલાપર રોડ પર નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે તેમજ બોરીયા પાર્ટીથી લીલાપર ગામ સુધી 125 થી વધુ સ્ટ્રીટ લાઇટ વિથ પોલ નખાયા છે. લાલબાગ રોડ પર સ્ટ્રીટ લાઈટ વિથ પોલની કામગીરી દરમિયાન 15 નવી સ્ટ્રીટ લાઇટ અને પોલ નાખ્યા હતા.

પીજીવીસીએલની ઓફિસ તરફ બેઠા પુલમાં 11 વીજ પોલ સાથે નવી સ્ટ્રીટ લાઈટ ઈલેક્ટ્રીક શાખાએ નાખી હતી, આ સાથે જ ઇલેક્ટ્રિક શાખાએ વાઇરિંગ કેબલ સહિતની કામગીરી પૂર્ણ કરી હતી. આ સમગ્ર કામગીરીથી આ વિસ્તારના રહેવાસીઓને તેમજ અહીંથી પસાર થતાં રાહદારીઓને સ્ટ્રીટ લાઇટના કારણે પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. આ તમામ કામગીરી મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ તાજેતરમાં કરી છે, જેમાં કુલ 151 સ્ટ્રીટ લાઈટ વીજપોલ સાથે કુલ રૂ. 58 લાખના ખર્ચે નાખવામાં આવ્યા છે તેવું મોરબી મહાનગર પાલિકાની ઇલેક્ટ્રીક શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments