મોરબી : મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોરબી – હળવદ રોડ પર વોચ ગોઠવી માટી ભરેલા ડમ્પરમાં ચોરખાનામાં છુપાવેલ 5.40 લાખની કિંમતનો દારૂ – બિયરનો જથ્થો ઝડપી લઈ બે આરોપીઓની ધરપકડ કરવાની સાથે દારૂ સપ્લાયરનું નામ ખોલાવ્યું હતું.
મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી મોરબીના ઉંચી માંડલ નજીકથી જીજે – 9 – એયુ – 9274 નંબરના માટી ભરેલા ડમ્પર ટ્રકની કેબિન પાછળ બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ અને બિયરના ટીન સહિત કુલ 2814 નંગ સાથે આરોપી અજય કાંતિલાલ ડામોર અને આરોપી રાહુલ અર્જુનલાલ વિહાત રહે.બન્ને રાજસ્થાન વાળાઓને ઝડપી લઈ 15 લાખના ટ્રક ડમ્પર સહિત કુલ રૂપિયા 20,68,195નો મુદ્દામાલ તેમજ બે મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.આરોપીની પૂછતાછમાં દારૂનો જથ્થો આરોપી મહેશ નામની વ્યક્તિએ મોકલ્યો હોય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.









