મયુર રાવલ હળવદ
ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગરની ઉર્જા સંરક્ષણ બસ તેમજ ચિલ્ડ્રન યુનિર્વસિટીની રમકડા બસનુ પ્રદર્શન યોજાયું
હળવદ તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરોના પ્રોજેક્ટની પ્રદર્શન યોજાયું મોરબી જિલ્લા શિક્ષણધિકારી કચેરીના ધર્મિષ્ઠાબેન કડીવાર તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાબ્દિક સ્વાગત શાળાના મેનેન્જિંગ ડાયરેકટર ડો.મહેશભાઈ પટેલે કર્યું હતું તેમજ ત્રણેય બસનું પ્રદર્શન નિહાળવા માટે ધર્મિષ્ઠાબેન કડીવાર ,સંસ્થાના ટ્રસ્ટી ડાહ્યાભાઈ ગરધરીયા અને અણદાભાઈ કૈલાએ રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મુક્યુ હતું.
આ પ્રદર્શન નિહાળવા હળવદ શહેરની અલગ અલગ 10 સ્કૂલો તેમજ 3 કોલેજો મળીને 2850 જેટલા વિધાર્થીઓ નિહાળ્યું હતું.
તક્ષશિલા સ્કૂલના વિધાર્થીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ 7,8.9 ,પીટીસી અને બી.એડ.કોલેજના વિધાર્થીઓ દ્વારા ક્વિઝ કોમપીટેશન ધોરણ 7અને 8 માં ચંદ્રાયન 1 ગ્રુપે પ્રથમ નંબર મેળવેલ..ધોરણ 9 માં રોહિણી ગ્રુપે પ્રથમ નંબર મેળવેલ.તેમજ પીટીસી ,બી.એડ ગ્રુપમાં આર્યભટ્ટ નામના ગ્રુપે પ્રથમ નંબર મેળવેલ..આ ઉપરાંત ધોરણ 7,8 અને 9 ના વિધાર્થીઓ દ્વારા રોલ પ્લે કરેલ જેમાં ધોરણ 8 માં એરવાડિયા યુગે પ્રથમ નંબર મેળવેલ તેમજ ધોરણ 7 માં ડાભી હેતલે પ્રથમ નંબર મેળવેલ. સમગ્ર કાર્યકમમા વિજેતા વિદ્યાર્થીઓને ધરતી કન્સ્ટ્રક્શનના ઝાલાભાઈ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન ગુર્જરીના આરતીબેન દવે અને તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.















