Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોંરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ...

મોંરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૨૧-૮ બુધવાર થી શરૂ

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે. વિતરણ આગામી તા.21/8/2024 બુધવાર બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.

સમાજનો દરેક વર્ગ તહેવારોની મજા માણી શકે તે હેતુસર પ્રતિવર્ષ મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે, ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણનુ વિતરણ રાહતદરે કરવામા આવશે. જે અંતર્ગત શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક, બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીતનુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments