Monday, March 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઈ

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઈ

મોરબી : આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શુભ પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨ ની અંદાજે ૨૫૦ જેટલી વિદ્યાર્થિનીઓને રૂબરૂ મળીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી આ તમામ વિદ્યાર્થિનીઓને સંસ્થાના સભ્યો દ્વારા કુમકુમ તિલક કરી, મોઢું મીઠું કરાવી અને પરીક્ષા માટે ઉપયોગી પેન ભેટમાં આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ જરા પણ ગભરાયા વિના, સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે પરીક્ષા આપે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરીને સફળતાના શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments