Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીનું ગૌરવ: ખેડૂત પુત્ર યશ મોરડીયા પ્રથમ પ્રયત્ને CAની પરીક્ષામાં ઉત્તીર્ણ

મોરબીનું ગૌરવ: ખેડૂત પુત્ર યશ મોરડીયા પ્રથમ પ્રયત્ને CAની પરીક્ષામાં ઉત્તીર્ણ

મોરબી: માળિયા તાલુકાના છેવાડાના નવાગામના વતની અને ખેડૂત પુત્ર યશ વિનોદભાઈ મોરડીયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની કઠિન પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરીને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.

સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને વિનોદભાઈ શિવાભાઈ મોરડીયાના પુત્ર યશ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહ્યા છે. તેમણે CA બનવા માટેની તમામ સ્તરની પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી છે. તાજેતરમાં જાહેર થયેલા સીએ ફાઈનલના પરિણામમાં પણ તેમણે ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મેળવી સીએની પદવી પ્રાપ્ત કરી છે. એક ખેડૂત પુત્રએ પોતાની મહેનત અને લગનથી આ સિદ્ધિ મેળવીને મોરડીયા પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ યશ મોરડીયા પર તેમના સ્નેહીજનો, મિત્રો અને ગ્રામજનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments