Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કાચ તોડ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

મોરબીમાં કાચ તોડ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

મોરબી : મોરબી શહેરમાં આતંક મચાવી અલગ અલગ 15 જેટલી કારના કાચ ફોડી નાખનાર ગેંગે જુના મહાજન ચોક પાસે પાર્ક કરેલી વેપારીની કારના કાચ તોડી 10 હજારનું નુકશાન પહોંચાડતા બનાવ અંગે બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

મોરબીના નહેરુગેટ પાસે મામુજીવાળી શેરી, પખાલી શેરીમાં રહેતા અહેમદભાઈ અસલમભાઈ બાનાણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ જુના મહાજન ચોક પાસે પાર્ક કરેલી તેમની જીજે – 36 – એએલ – 9719 નંબરની સ્વીફ્ટ કારના કાચ તોડી નાખી અંદાજે 10 હજારનું નુકશાન કર્યું હતું.ઘટના અંગે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments