શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી દ્વારા સમાજસેવાના હેતુથી તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ક્રાંતિ જ્યોત સોસાયટી, રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં અનુભવી હોમિયોપેથીક તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા જરૂરિયાત મુજબ મફત હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવશે.
આ કેમ્પ ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ ઉંમરના નાગરિકો માટે ઉપયોગી રહેશે.
શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મોરબી તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.











