મોરબી 2 માં આવેલ આઈ ખોડીયાર મંદિર ઉમિયા નગર ખાતે માતાજીના 30માં પાટોત્સવ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી ઉમિયાનગર સો ઓરડી પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 25 રક્તદાતાઓએ રક્તદાન કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં કાંતિભાઈ એચ. કણસાગરા અને તેમના પરિવારે તેમજ ઉમિયા નગરના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના સફળ આયોજન બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો અને રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.










