Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરમાં 24 ખાણી-પીણીના એકમોમાં તપાસ, 16 વેપારીઓને નોટિસ

મોરબી શહેરમાં 24 ખાણી-પીણીના એકમોમાં તપાસ, 16 વેપારીઓને નોટિસ

મોરબી: શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરી સહિતના કુલ 24 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી બદલ 16 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, નાસ્તા ગલી સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન લાયસન્સ, સ્વચ્છતા, વાસી ખોરાક અને એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન નીચે મુજબની ગેરરીતિઓ સામે આવતા સ્થળ પર જ જથ્થાનો નાશ કરાયો હતો:

  • ગુરુ કૃપા ચાઇનીઝ: વાસી મન્ચુરિયન અને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ચાઇનીઝ સોસ મળી આવતા તેનો નાશ કરાયો.
  • સહારા ચાઇનીઝ: વધુ પડતા અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું જણાતા કલરનો નાશ કરવામાં આવ્યો.
  • T.G.B (રવાપર રોડ): એક્સપાયરી ડેટ વગરનો માલ મળી આવતા તેને નષ્ટ કરાયો.
  • હરિઓમ ફરસાણ: અખાદ્ય કલરનો વધુ પડતો ઉપયોગ થતો હોવાથી ફૂડ ઇન્સ્પેક્ટરે સ્થળ પર કાર્યવાહી કરી હતી.

16 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ

ફૂડ લાયસન્સનું રજીસ્ટ્રેશન ન કરાવનાર તેમજ સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની જાળવણીમાં વધુ પડતી બેદરકારી રાખનાર 16 ખાણી-પીણીના ધંધાર્થીઓને ફૂડ શાખાએ કારણદર્શક નોટિસ પાઠવી છે.

વેપારીઓને તાકીદ

આગામી સમયમાં ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવાની જાહેરાત કરતા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે, તમામ ધંધાર્થીઓએ અનહાઇજેનિક અને વાસી ખોરાકનો ઉપયોગ બંધ કરવો. અખાદ્ય કલરનો ઉપયોગ ન કરવા અને પોતાની પેઢી સ્વચ્છ રાખી ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ફૂડ લાયસન્સ મેળવી લેવા કડક સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments