Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભાજપ દ્વારા મોરબી જિલ્લાના નવા પ્રભારી તરીકે ગજેન્દ્ર સકસેનાની નિમણૂક

ભાજપ દ્વારા મોરબી જિલ્લાના નવા પ્રભારી તરીકે ગજેન્દ્ર સકસેનાની નિમણૂક

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ભાજપ પ્રભારીઓની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. આ યાદીમાં મોરબી જિલ્લાના નવા પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ૪૨ જિલ્લા અને મહાનગરોની નવી યાદી અનુસાર, મોરબી જિલ્લાના ભાજપ પ્રભારી તરીકે ગજેન્દ્રભાઈ સકસેનાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મૂળ બનાસકાંઠાના નિવાસી છે અને હવેથી તેઓ મોરબી જિલ્લા ભાજપ સંગઠનની જવાબદારી સંભાળશે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ, આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.

જિલ્લા અને મહાનગરોના નવા પ્રભારીઓ

૧. ડાંગ – રાજેશભાઈ દેસાઈ
૨. વલસાડ – વિનયભાઈ શુક્લ
૩. નવસારી જી. – શંકરભાઈ અમલીયાર
૪. સુરત શહેર – ડૉ. પ્રશાંતભાઈ કોરાટ
૫. સુરત જી. – ગૌતમભાઈ ગેડિયા
૬. તાપી – ડૉ. જગદીશભાઈ પી. પટેલ (બલ્લર)
૭. ભરૂચ – પરાક્રમસિંહ જાડેજા
૮. નર્મદા – અર્જુનભાઈ ચૌધરી
૯. વડોદરા શહેર – હિતેન્દ્રસિંહ ચૌહાણ
૧૦. વડોદરા જી. – ડૉ. ઋત્વિજભાઈ પટેલ
૧૧. છોટા ઉદેપુર – હિંમતભાઈ પડશાળા
૧૨. પંચમહાલ – હર્ષદભાઈ વસાવા
૧૩. મહીસાગર – નીતિનભાઈ સી. પટેલ
૧૪. દાહોદ – રાજેન્દ્રભાઈ પટેલ (ચૌધરી)
૧૫. આણંદ જી. – વર્ષાબેન દોશી
૧૬. ખેડા – રમેશભાઈ દેસાઈ
૧૭. કર્ણાવતી શહેર – અજયભાઈ બ્રહ્મભટ્ટ
૧૮. અમદાવાદ જી. – કશ્યપભાઈ શુક્લ
૧૯. ગાંધીનગર શહેર – નિરવભાઈ અમીન
૨૦. ગાંધીનગર જી. – રમેશભાઈ સોલંકી
૨૧. સાબરકાંઠા – બ્રિજરાજસિંહ ઝાલા
૨૨. અરવલ્લી – ડૉ. સંજયભાઈ દેસાઈ
૨૩. મહેસાણા જી. – ડૉ. ભરતભાઈ ડાંગર
૨૪. પાટણ – સત્યેનભાઈ કુલાબકર
૨૫. બનાસકાંઠા – ધવલભાઈ દવે
૨૬. વાવ-થરાદ – વિશાલભાઈ પટેલ
૨૭. કચ્છ – ફલજીભાઈ ચૌધરી
૨૮. જામનગર શહેર – ધનસુખભાઈ ભંડેરી
૨૯. જામનગર જી. – દિલીપભાઈ બારડ
૩૦. દેવભૂમિ દ્વારકા – પુનિતભાઈ શર્મા
૩૧. રાજકોટ શહેર – અનિરુદ્ધભાઈ દવે
૩૨. રાજકોટ જી. – ભરતભાઈ આર્ય
૩૩. મોરબી જી. – ગજેન્દ્રભાઈ સકસેના
૩૪. જુનાગઢ શહેર – જિજ્ઞાબેન પંડ્યા
૩૫. જુનાગઢ જી. – અરવિંદભાઈ રૈયાણી
૩૬. ગીર સોમનાથ – ભાવનાબેન જે. હિરપરા
૩૭. પોરબંદર જી. – ડૉ. વિમલભાઈ કગથરા
૩૮. અમરેલી – અભયસિંહ ચૌહાણ
૩૯. ભાવનગર શહેર – કમલેશભાઈ મિરાણી
૪૦. ભાવનગર જી. – હર્ષદગીરી ગોસાઈ
૪૧. બોટાદ – દશરથજી ઠાકોર
૪૨. સુરેન્દ્રનગર જી. – રાજેશભાઈ શુક્લ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments