Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની બે ડાન્સર બાળાઓ રાષ્ટ્રીય ટીવી ચેનલ પર નૃત્યના કલા રજૂ કરશે,...

મોરબીની બે ડાન્સર બાળાઓ રાષ્ટ્રીય ટીવી ચેનલ પર નૃત્યના કલા રજૂ કરશે, ૮ માર્ચે પર્ફોર્મન્સ પ્રસારિત થશે

મોરબી : મોરબીની સોનિક ડાન્સ એકેડેમીની બે વિદ્યાર્થીનીઓ અદિતિ દેસાઈ અને હિયા હિરાણી નેશનલ ટીવી પર ઝળકવા જઈ રહી છે. અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા જયપુર ખાતે ‘ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ શોમાં બંને દીકરીઓએ શાનદાર નૃત્ય પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને વિજેતા બની હતી.

બાળ ડાન્સર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું નામ રોશન કરનાર આ બંને ડાન્સરોનું પર્ફોર્મન્સ આગામી ૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૫:૩૦ વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યું છે. આ શોનું પ્રસારણ ‘& TV HD’, ‘Zee 5’ એપ્લિકેશન અને ‘Jio TV’ પર કરવામાં આવશે.

દીકરીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ ડાન્સ ગુરુ રૂપલ દેસાઈ, તેમના પરિવારજનો તેમજ સમગ્ર મોરબી વાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments