Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના યુવા લેખક અને સંશોધક નું "COMMUNITY CONTRIBUTION AWARD''થી સન્માન

મોરબીના યુવા લેખક અને સંશોધક નું “COMMUNITY CONTRIBUTION AWARD”થી સન્માન

સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને તેમની ઉમદા સાહિત્યિક સેવાઓ બદલ પ્રતિષ્ઠિત સંસ્થા મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં મોરબી ન્યુમિસમેટિક ક્લબના સેક્રેટરી કપિલદેવ પંડ્યા તથા કોષાધ્યક્ષ દર્શનભાઈ દવે દ્વારા પરમ જોલાપરાને સંસ્થાનો સર્વોચ્ચ ‘COMMUNITY CONTRIBUTION AWARD’ એનાયત કરવામાં આવ્યો હતો. પરમ જોલાપરાએ પોતાની સંશોધાત્મક લેખનશૈલી અને સામાજિક મુદ્દાઓ પર કરેલા ઉંડાણપૂર્વક અભ્યાસ દ્વારા યુવા પેઢીમાં વાંચન અને ચિંતન પ્રત્યે જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના લેખો અને સંશોધનકાર્યને વાચકો તેમજ સાહિત્યપ્રેમીઓ દ્વારા ઊંચી કદર મળી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments