Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસારંગપુરમાં રવિવારે ઉજવાશે રંગોત્સવ: 5000 સ્વયંસેવકો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

સારંગપુરમાં રવિવારે ઉજવાશે રંગોત્સવ: 5000 સ્વયંસેવકો દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો

સારંગપુર: ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થત્વ પામેલી સારંગપુરની પવિત્ર ભૂમિ પર આગામી રવિવાર, 8 માર્ચના રોજ BAPS ના વડા મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય ‘ફૂલદોલ ઉત્સવ’ (પુષ્પદોલોત્સવ) ઉજવાશે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સમયથી અત્યંત દબદબાભેર ઉજવાતી આ દિવ્ય પરંપરામાં સહભાગી થવા માટે વિશ્વના પાંચેય ખંડોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો સારંગપુર ઉમટી પડશે.

હજારો હરિભક્તો જ્યારે પધારવાના છે, ત્યારે સારંગપુરમાં રંગોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્ય ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર એક વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 125 ફૂટ લાંબો, 40 ફૂટ ઊંડો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો છે. દૂર બેઠેલા ભક્તો પણ દર્શન કરી શકે તે માટે સ્ટેજની આસપાસ કુલ 8 વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવી છે.

5000 સ્વયંસેવકો ખડેપગે

આ વિરાટ આયોજનને સફળ બનાવવા માટે 5000 જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રાત-દિવસ સેવા આપી રહ્યા છે. હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પૂછપરછ કેન્દ્રો અને સમગ્ર ઉત્સવપથ પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્સવના અંતે સૌ ભાવિકો માટે ગરમાગરમ ‘સ્વામિનારાયણીય ખીચડી’ ના મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

રવિવારના ઉત્સવની રૂપરેખા:

  • સાંજે 4 વાગ્યે: સભામંડપમાં પ્રવેશ શરૂ થશે.
  • સભા અને પ્રવચન: સભા દરમિયાન સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીના પ્રેરક પ્રવચનોનો લાભ મળશે.
  • આશીર્વચન: ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સૌને પોતાના દિવ્ય આશીર્વચનથી લાભાન્વિત કરશે.
  • ભવ્ય રંગોત્સવ: સભાના અંતમાં રંગોત્સવ શરૂ થશે, જેમાં મહંત સ્વામી મહારાજ હરિભક્તો પર પવિત્ર કેસૂડાના જળનું સિંચન કરી સૌને ભક્તિના રંગે રંગશે.
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments