મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં એક વૃદ્ધનો પોતાના ઘરે મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતવાર માહિતી મુજબ, મોરબી-૨ માં આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા ૮૫ વર્ષીય રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. વૃદ્ધના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી, વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.










