મોરબી: ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે આગામી એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી.એન. પટેલ વિદ્યાલય ખાતે યોજાનાર આ જ્ઞાનયજ્ઞમાં જાણીતા વક્તા ભક્તોને કથામૃતનું પાન કરાવશે.
ઘુંટુ નિવાસી પરેચા પરિવાર દ્વારા સ્વ. ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા તથા સ્વ. છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તા. 02-04-2026, ગુરુવારના રોજ થશે અને તા. 08-04-2026, બુધવારના રોજ વિરામ લેશે. શાસ્ત્રી વિષ્ણુબાપુ દાણીધારીયા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 9-00 થી 12-00 કલાકે અને બપોરે 3-00 થી 6-00 કલાકનો રહેશે.
કથાના મુખ્ય પ્રસંગો:
- 02-04-2026: પોથીયાત્રા (સવારે 8-30) અને કથા પ્રારંભ (સવારે 11-00)
- 03-04-2026: શ્રી કપિલ પ્રાગટ્ય
- 04-04-2026: શ્રી નૃસિંહ પ્રાગટ્ય
- 05-04-2026: વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ
- 07-04-2026: ગોવર્ધન પૂજા, કૃષ્ણ ગોપી રાસ અને રૂક્ષ્મણી વિવાહ
- 08-04-2026: કૃષ્ણ સુદામા મિલન અને કથા વિરામ
રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો:
કથા દરમિયાન રાત્રે 9-00 કલાકે વિવિધ લોકસાહિત્ય અને ભજનના કાર્યક્રમો યોજાશે:
- તા. 02-04: જયદેવ ગોસાઈ અને હર્ષદ પટેલ (રાસ ગરબા)
- તા. 04-04: મયુર દવે અને હર્ષદ પટેલ (ભજન સંતવાણી)
- તા. 07-04: જયદિપ સોની અને દિપકબાપુ હરિયાણી (ભજન સંતવાણી)
આ ધાર્મિક મહોત્સવમાં દરરોજ બપોરે કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પિતામ્બરભાઇ ઓધવજીભાઈ પરેચા, વિનોદભાઈ પિતામ્બરભાઈ પરેચા તથા સમસ્ત પરેચા પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











