મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હોલ ખાતે રૂ.૧૦૬.૬૫ કરોડના ખર્ચે થનારા ૧૪ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે અને સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની વિશેષ ઉપસ્થિતીમાં થયું હતું .
આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયાનાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં અનેક વિધ વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે આપણા મોરબી શહેરને અનેક વિધ વિકાસ કામોની ભેટ મળવા જઈ રહ્યાં છે ત્યારે કોઈપણ કામ નબળું ચલાવવામાં આવશે નહીં અને કામની ગુણવત્તા જાળવવામાં આવશે આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મોરબીની નોંધ આખા વિશ્વમાં સિરામિક ઉદ્યોગ તરીકે લેવામાં આવી રહી છે ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીને મહાનગરપાલિકા બનાવી અને ત્યારબાદ હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ મોરબીને અનેક વિકાસ કામોની ભેટ આપી હતી. હવે ફરી મોરબી શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.
આ તકે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મ્યુ.કમિશનર સ્વપ્નિલ ખરેએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. નાયબ મ્યુ. કમિશનર સંજય સોનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે મહાનુભાવો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા












