Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર...

સ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવાયો

પુત્રી તૃપ્તિબેન આશનાની અને નિર્શિવ ફાઉન્ડેશનના સહયોગથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા, મોરબીના સ્વ. ભગવાનજીભાઈ છબીલભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રવિવારે સાંજે એક પ્રેરણાદાયી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વ. ભગવાનજીભાઈની પાંચમી પુણ્યતિથિના અવસરે તેમના પુત્રી તૃપ્તિબેન આશનાની તેમજ નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને ભાવતા ભૂંગળા-બટાટા તેમજ કોલ્ડ્રિંક્સના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સત્કાર્યમાં નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર રોહન રાંકજા અને આરતીબેન રાંકજા સહભાગી બન્યા હતા. તેમની સાથે સેવાના આ યજ્ઞમાં શિરીષભાઈ રાંકજા, શ્રુતિબેન રાંકજા, આશ્રુતિબેન રાંકજા, શિવમભાઈ વાઘડિયા, ભૂમિબેન દેત્રોજા, ઉર્વીબેન ઉઘરેજા, મીરાબેન ગામી તથા સાવનભાઈ કાનાણીએ પણ ઉપસ્થિત રહીને આ સેવાકાર્યમાં પૂરતો સહયોગ આપ્યો હતો.

પોતાના સ્વજનની યાદમાં આ રીતે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું આ કાર્ય સમાજ માટે ખરેખર પ્રેરણાદાયી છે. નિર્શિવ ફાઉન્ડેશન હંમેશા આવી સામાજિક અને માનવીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને જરૂરિયાતમંદોની વ્હારે આવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments