Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરમાં મહાવીર જયંતી નિમિતે તમામ કતલખાના, નોન વેજ વેચાણ પર પ્રતિબંધ

મોરબી શહેરમાં મહાવીર જયંતી નિમિતે તમામ કતલખાના, નોન વેજ વેચાણ પર પ્રતિબંધ

મોરબી મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

      તા. ૩૧ ના રોજ મહાવીર જયંતી નિમિતે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા તેમજ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

          મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે તા. ૩૧ માર્ચના રોજ મહાવીર જયંતી નિમિતે મહાપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જે જાહેરનામાંની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે અને જાહેરનામાંનો ભંગ કરનાર વિરુદ્ધ ધી જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે 

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments