વેગડવાવ રોડ પર ધાંગધ્રા માઇનોર 18 ડી કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ
હળવદ પંથકમાં ફરી એકવાર સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ વેગડવાવ રોડ પર ધાંગધ્રા નર્મદાની માઈનોર ડી ૧૮ કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો છે, જ્યારે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડી-18 માઈનોર કેનાલ આઓવરફોલો થતાં પાણી રસ્તા પર વહી રહ્યું છે.
હળવદ અને વેગડવાવની સીમ વિસ્તારમાં આવેલી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની માઈનોર ડી-18 કેનાલમાં અચાનક ગાબડું પડતાં પાણીનો પ્રવાહ રસ્તા પર ફરી વળ્યો હતો. પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, ખેડૂતોને ડબલ ઝટકો લાગ્યો હતો પાણીનો વેડફાટ અને પિયતનો અભાવ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, કેનાલની સમયસર સફાઈ અને રીપેરીંગ ન થવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એક તરફ કિંમતી પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેતરો સુધી જરૂરી પાણી પહોંચી રહ્યું નથી. તેમજ કાદવભર્યા રસ્તાઓથી ખેતી કામમાં અવરોધ ઊભો થાય છે,
ગાબડાંના કારણે પાણી રસ્તાઓ પર ફેલાઈ જતાં માર્ગો કાદવમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને ખેતરમાં વાહનો લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને દૈનિક કામકાજ પણ અસરગ્રસ્ત બન્યું છે. તંત્ર સામે અનેક સવાલો ઉઠયા છે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે.
મયુર રાવલ હળવદ













