Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ભેરડા ગામે ખનીજ રેડ, ૧.૭૦ કરોડનો મુદામાલ કબજે લીધો

વાંકાનેરના ભેરડા ગામે ખનીજ રેડ, ૧.૭૦ કરોડનો મુદામાલ કબજે લીધો

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ગેરકાયદે ખનીજ ખનનની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી અને સ્થળ પરથી ૪ ડમ્પર અને એક એક્સેવેટર મશીન સહીત કુલ રૂ ૧.૭૦ કરોડનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો પકડ્યા હતા અને વાહનો ડીટેઈન કરી રોયલ્ટી કે પાસ પરમીટ વગર વહન કરતા હોવાથી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ભેરડા ગામની સીમમાં ગેરકાયદે ખનીજ ખનન કરતા હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ મોરબી અને પોલીસ ટીમોએ સંયુક્ત રેડ કરી હતી

પોલીસે ડમ્પર જીજે ૩૬ વી ૯૬૯૫ કીમત રૂ ૩૦ લાખ, ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૮૧૪૬ કીમત રૂ ૩૦ લાખ, ડમ્પર જીજે ૦૩ સયું ૦૧૦૦ કીમત રૂ ૩૦ લાખ તેમજ ભેરડા રેડ દરમિયાન ખનીજ મુદામાલ સહીત ડમ્પર જીજે ૩૬ એક્સ ૬૦૦૯ કીમત રૂ ૩૦ લાખ અને એસ્કેવેટર મશીન કીમત રૂ ૫૦ લાખ સહીત કુલ રૂ ૧.૭૦ કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments