મોરબી, જીવન આરંભ-અંત, પ્રવૃત્તિ-નિવૃત્તિ,બદલી-બઢતી આવન-જાવન,સુખ-દુઃખ, તડકો-છાંયો,વગેરે દ્વંદોથી ભરેલું છે,એવી જ રીતે નોકરીમાં આરંભ અને અંત ખુબજ મહત્વના હોય છે, એવી રીતે વર્ષો સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કેળવણી નિરીક્ષક શિક્ષણ, કેળવણી નિરીક્ષક વહીવટ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરે હોદા પર યશસ્વી ફરજ બજાવેલ છે અને આર.ટી.ઈ.અને આધારકાર્ડ કીટ નોડલ અધિકારી તરીકે સુંદર મજાની સુવ્યવસ્થિત કામગીરી કરેલ છે.તેમજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની કામગીરી હોય,ગુણોત્સવની કામગીરી હોય,કોઈ કોર્ટ કેસની કામગીરી હોય તમામ બાબતોના નિષ્ણાંત અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા, અને મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં જુદા જુદાં હોદા પર રહી ફરજ બજાવેલ છે, પોતાની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ અને કટીબદ્ધ કર્મઠ એવા અશોકભાઈ વડાલીયા કેળવણી નિરીક્ષક વય મર્યાદા કારણે નિવૃત થતાં શિક્ષકોના તમામ સંગઠનના કાર્યકર્તાઓ પે-સેન્ટર શાળાના તમામ આચાર્યો,તમામ તાલુકાના વર્તમાન તથા પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કર્મવિરોની ઉપસ્થિતમાં વિદાય સન્માન સમારોહ યોજાઈ ગયો,આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ નિવૃત્તિ બદલ સાકર પડો, નાળિયેર,સાલ,મોમેન્ટો,પુસ્તક અર્પણ કરી અશોકભાઈનું સન્માન કર્યું હતું,નિલેશભાઈ કૈલા, કે.ની.શિક્ષણ, મુકેશભાઈ મારવણીયા જિલ્લા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ ગરચર સી.સી.કાવર, ડો.જે.જી.વોરા પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરેએ અશોકભાઈ વડાલીયાની શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ સેવાને બિરદાવી હતી,અંતમાં અશોકભાઈ વડાલિયાએ પોતાની શૈક્ષણિક તેમજ વહીવટ સફરમાં થયેલા અવનવા અનુભવો વર્ણવ્યા હતા અને સાથે કામ કરનાર તમામ કર્મયોગીઓ,ઉપરી અધિકારીઓ તેમજ પોતાના પરિવારજનોનો આભાર પ્રકટ કર્યો હતો,આ પ્રસંગે વિનોદભાઈ ગોધાણી પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ,દિનેશભાઈ હુંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમને સફળ બનાવવા તમામ તાલુકા શાળાના આચાર્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.













